આરોગ્ય

ભારતના રાજ્યોમાં ગુજરાત ધનિક કહી શકાય. પહેલા બીજા નંબરે આવે. પણ.આરોગ્ય માં  આપણે આઠમે નંબરે. 45 ટકા પાંચ વર્ષથી નીચેની ઉમરના બાળકો  કુપોષણ થી પીડાય છે. એક લાખે 32  બાળકો મુત્યુ પામે  છે.  બાળમરણ નું પ્રમાણ કેરળ  માં 12 અને મહારાષ્ટ્રમાં 24 છે.  બાળમરણમાં આપણૉ નંબર 18માં આવે. એવુ લાગે છે કે આપણે  ભુલી ગયા છીયે કે પહેલું સુખ તે જાતે નર્યાં.

 આરોગ્ય અંગે ની નીતિ કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકાર નક્કી કરે છે. નીતિનો અમલ કરવાની જવાબદારી મુખ્યત્વે રાજ્ય સરકારની હોય છે. ગુજરાત તેના GDP ના એક ટકા થી ઓછા આરોગ્ય ની સેવાઓ પાછળ ખર્ચ કરે છે. હકીકતમાં આ રકમ છેલ્લા બે વષૅ માં  2016-17 માં 0 .75%  થી 2017-18  માં 0.68%.થઈ.  આના કરતાં કેરળ, તામિલનાડુ, હિમાચલ પ્રદેશ, પંજાબ કે મહારાષ્ટ્ર વધારે ખર્ચ કરે છેઆ.

હા,  પ્રાથમિક અને કૉમ્યૂનિટી આરોગ્ય કેન્દ્રો ની સંખ્યા માં ખાસ્સો વધારો થયો છે. 1992 મોં 960 પ્રાથમિક અને 185કૉમ્યૂનિટી કેન્દ્રો હતા, જે વધી ને અનુક્રમે 1158 આને   318 થયા. છેલ્લા પંદર વર્ષમાં આ કેન્દ્રો ના   મકાનો  સારા થયા, 108  ગાડી ની સુવિધા વધી.. પણ ડોકટર, નર્સ, મિડવાઈફ વગેરે ની સંખ્યા વધ્યા નથી. લગભગ ત્રીસ થી પચ્ચાસ  ટકા થી વધુ જગ્યાઓ ખાલી છે. તેઓ આરોગ્ય કેન્દ્રના મુખ્ય મથકે રહેતા નથી. ધણી જગાએ તેમના માટે રહેઠાણની સઞવડ.નથી.  ફિલ્ડ અભ્યાસો બતાવે છેકે ઘણા પ્રાથમિક કેન્દ્રો મા એકસરે મશીન અને બીજા સાધનો વારંવાર બગડે છે જે  દિવસો સુધી કામ કરતા નથી. જરૂરી દવાઓ ની અછત એ સામાન્ય વાત છે.

રાજ્ય સરકારો સાથે ભાગીદારીથી કેન્દ્ર સરકારે 2007-08મૉ ગરીબ કુટુંબ માટે રાષ્ટ્રીય આરોગ્ય વીમા યોજના (આર એચ બી વ્યાય )નો અમલ કર્યો જેમાં ગુજરાત પણ જોડાયું. આ યોજના અન્વયે ગરીબ કુટુંબ (બીપીએલ ) ને પાંચ વ્યક્તિ સુધી ને રૂં 30,000 વાર્ષિક હોસ્પિટલના ખર્ચ પેટે વીમો મળી શકે. કુટુંબે વાર્ષિક રૂં 30 પ્રીમિયમ તરીખે ભરવાનુ રહે. દર વર્ષે ફરી નવું કાર્ડ કરાવવાનું રહે. અહીં નોંધવું જોઈએ કે કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગણા,તામિલનાડુ અને હિમાચલ પ્રદેશે આ યોજનામાં બીપીએલ ઉપરાંત બીજા ગરીબ કુટુંબોની જવાબદારી લીધી. હિમાચલ પ્રદેશે રૂં 30,000 ને બદલે રૂં 1.50 લાખ નો વીમો આપ્યો. 2011-12 માં ગુજરાત સરકારે કુલ બીપીએલ કુટુમ્બોમોથી 50.7 ટકા કુટુમ્બો ને યોજના હેઠળ સ્માર્ટ કાર્ડ આપ્યા. 2014-15 માં સંખ્યા ઘટીને 43 ટકા થઇ , આ વર્ષે ચૂંટણી ટાણે તે સંખ્યા વધી ને 57.5 ટકા થઇ.  હજુ મોટા ભાગના ગરીબ કુટુંબોને આ યોજના માં સામેલ કરવાના બાકી છે. દશ વર્ષ પહેલા 30હજાર નો ખચૅની જોઞવાઈ હતી  તે 2017 માં પણ રહી, જયારે ડોક્ટરોની ફી, ઓપેરશનની ફી, રૂમ ચાજીસ વગેરે બમણા થઇ ગયા છે. આ યોજનાને વધુ વ્યાપક અને એનું કવરેંજ  30હજારથી વધારી હિમાચલ ની માફક દોઢ કે બે લાખ કરવાને બદલે, 2012 માં વિધાન સભાની ચૂંટણી ટાણે, મહારાષ્ટ્ર અને આંધ્ર રાજ્યોની માફક  મુખ્યમંત્રી અમૃતમ યોજના દાખલ કરી; જેમાં ગંભીર જીવલેણ રોગો ની મફત સારવારની જોગવાઈ છે. ગયા અઠવાડિયે, ચૂંટણી ટાણે આ   યોજનામા બીપીએલ કુટુંમ્બો ઉપરાંત બે લાખ ની આવકવાળાં કુટુંબો ને પણ લાભ આપવાનૉ જાહેર થયું.  આ સારી વાત છે. વધાવીએ. પણ રોજબરોજ ની માંદગી માં સારવાર વધી નહીં

માતૃ મુત્યુ  અને બાળમૃત્યુ દર ઘટાડવા 2005માં કેન્દ્ર સરકારે જનની શુરક્ષા યોજના (JSY ) દાખલ કરી જેમાં પ્રસુતિ અને ત્યાર પછી ની સારવાર માટે સરકારે મદદ કરવાની જવાબદારી લીધી।  આ કેન્ર સરકારની 100% મદદ આપતી યોજના છે. ગુજરાત સરકારે આ વખતે JSY ને પ્રાધાન્યે આપવાને બદલે પોતાની આગવી સ્કીમ  ચિરંજીવી યોજના દાખલ કરી. ગુજરાતે  આમાં ખાનગી નર્સિંગ હોમ અને ડોક્ટરોને ફી આપી ભાગીદાર બનાવ્યા. આ યોજના ને સીઞાપોરમાંથી એવોર્ડ પણ મળ્યા. આ યોજનાના પરિણામે ઘરને બદલે હોસ્પિટલમાં પ્રસુતિ કરાવવાની સંખ્યામૉ વધારો થયો અને પહેલા કરતા માતૃમૂત્યુ નું પ્રમાણ છેલ્લા દશ વર્ષ માં ઘટ્યું ,  બીજા રાજ્યો માં આ યોજના નથી અને JSY છે, ત્યાં પણ બાળમૃત્યુ અને માતૃમૂત્યુ ના દરમાં છેલ્લા દશ વર્ષમા ઘટાડો થયો છે.  પરિણામે માતૃ મુત્યુ દરમાં બીજા રાજ્યોં ની સરખામણી માં ગુજરાતના સ્થાન માં ફરક પડ્યો નથી.હકીકતમા આ સમય દરમ્યાન  બિહાર ,મધ્યપ્રદેશ ,રાજસ્થાન અને  ઉત્તરાર્પ્રદેશમાં માત્તૃમુત્યુનું પ્રમાણ ગુજરાત કરતા પ્રમાણમાં વધુ માત્રામાં ઘટ્યું છે.  ગુજરાતે આ યોજના ધ્વારા માતૃમુત્યું ઘટાડવાની જવાબદારી ખાનગી ડોક્ટરો પર છોડી. પણ તેમાં કામ પાર પાડવા  મોનીટરીંગ થયું નથી. પરિણામ ચોકાવનારુ છે. સીએજીના રીપોર્ટ પમાણે  છેલ્લા તણ વષમો માતૃદર ધટવાને બદલે વધ્યો છે. 2013-14 માં 72 હતો તે 2015-16માં 85 થયો. 

સંખ્યા  ની દ્રષ્ટિ 2015-16માં  ગુજરાતમાં 85585 ક્ષય ના દર્દીઓ  નોંધાયા હતા. સૌથી વધારે મધ્યપ્રદેશ માં અને પછી મહારાષ્ટ્રમાં.આપણો નંબર નીચેથી આઠમો. 2016માં મેલેરિયા અને ફાલ્સીપરમ ના 41,856 કેસ નોંધાયા હતા ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ના કેસ જુદા। આ વર્ષે અમદાવાદમાં 318 ચિકનગુનિયા ના કેસ નોંધ્યા છે।  મેલે રિયા કેસમાં ગુજરાત પોંચમાં ક્રમે છે.  ચૂંટણી ટાણે સરકારે 2022માં ગુજરાતને મેલેરિયા મુક્ત કરવાનું જાહેર કર્યું છે.  આપણે પાંચ  વર્ષ રાહ જોઈએ!!!

2009 થી દર વર્ષે થતા સ્વાઈન  ફ્લ્યૂનો ભોગ બનતા દર્દી અને તેનાથી મુત્યુ પામનારની સંખ્યા ચડતા -ઉતરતા ક્રમઃ  છે. 2015માં પોચશો થી વધારે અને 2017માં આજ સુધીમાં 300થી વધારે. ખાનગી હોસ્પિટલો આ પ્રકારના દર્દીઓને દાખલ કરવામાં હિચકિચાટ કરે છે , આ વલણ અંગે હાઇકોર્ટે ટકોર કરી હતી કે આ હોસ્પિટલો હવે indurstries ની માફક નફો કરવાનો ધંધો બની ગઈ છે, દર્દીઓ ને સારવાર આપવાની સંસ્થા નહીં. આ વલણ બદલવા માટે સરકારની ઈચ્છા શક્તિ નબળી છે.  

 બીજી બાજુ ખાનગી ડોક્ટરો , નર્સિંગહોમ અને હોસ્પિટલોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે।  ચૅરિટેબલ-ધર્માદા - હોસ્પિટલોની સંખ્યા ઍટલી વધી નથી.આ હોસ્પિટલો જોકે ખાનગી હોસ્પિટલોથી થોડીક સસ્તી ખરી.  તો પણ નીચલા મધ્યમવર્ગ ને પોષય શકે તેવી નથી કારણકે દવા અને જાત જાતના ટેસ્ટ ખુબ મોંઘા હોય છે. ખાનગી હોસ્પિટલો ખુબજ મોંઘી તો છેજ , પણ તે કાર્યક્ષમ અને પારદર્શક પણ નથી.  સામાન્ય વ્યક્તિ એના ચકરાવામાં ફસાય એટલે પરેશાન થઇ જાય છે. મોટાભાગની આ હોસ્પિટલો અને કન્સલ્ટન્ટ ડોક્ટરો માટે નફો કેન્દ્રમાં હોય છે , દર્દીનું આરોગ્ય નહીં. નીચલા મધ્યમ વર્ગ ના ધણા કુટુંબમાં એક hospitalisation થાય એટલે દેવુ કરવુ પડે. લગભગ બે ટકા કુટુંબો ગરીબી રેખા નીચે ઉતરી જાય છે.

જાહેર આરોગ્ય ને સુધારવા માટેઅને ખાનગી ડોક્ટરો, નસિંગહોમ  અને હોસ્પિટલોની મનમાની પર નિગરાની રાખવા ગુજરાત સરકારે એક સરસ આરોગ્ય નીતિનો મુસદ્દો 2008-09 માં તૈયાર કર્યો હતો. આ મુસદ્દામાં બીજી બાબતો સાથે ખાનગી હોસ્પિટલો અને    કન્સલટન્ટ  અંગેના નિયમોનો સમાવેશ હતો. તે પ્રમાણે દરેક હોસ્પિટલ, નર્સિંગહોમ, કૅન્સલ્ટન્ટ વગેરે એ પોતે કઈ કઈ સેવા અને સુવિધાઓ આપે છે, સ્ટાફ કેટલો અને કઈ કઈ લાયકાત ધરાવે છે, ફી નું માળખું વગેરે જાહેર બોર્ડ પર મુકવાનો આગ્રહ હતો. આ સંસ્થાઓએ દરેક દર્દી ના રેકોર્ડ રાખવાનું પણ અપેક્ષિત હતું. પણ જ્યારે આ મુસદ્દાઓ જાહેર ચર્ચા વિચારણા માટે મુકવામાં આવ્યા ત્યારે ડોક્ટરોની લોબીએ વિરોધ કયો, બૉય ચડાવી. સરકાર એમની સામે ઝુકી ગઈ, અને મુસદ્દો પાછો ખેંચી લીધો. તે હવે ભુલાઈ ગયો. ત્યારપછી જાહેર આરોગ્યની સેવાઓ પર નિગરાની રાખવાનો કોઈ પ્રયત્ન પણ થયો નથી. ગરીબ અને મધ્મમ વગૅના લોકો ને એમના નસીબ પર છોડી દીધા છે.

આ માહોલમાં  હમણાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જે સંખ્યા માં બાળકો મુત્યુ પામ્યા તે દુઃખદ છે , નવાઈ પામવા જેવું નથી. ગરીબ ની ચૂંટણી સિવાય કોને પડી છે ? 

(Dr. Ghanshyam Shah is former national fellow, Indian Council of Social Science Research. He is the author of many books including “Social Movements and the State” and “Untouchability in Rural India”)

This column was published in